તાજેતરમાં લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા ૧૩મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ સ્વયંસેવકો, દાતાઓ અને કાર્યકરોને સન્માનિત કરવાનો કાર્યક્રમ તા. ૧ર-જૂન ને રવિવારના રોજ સાંજે ૬ કલાકે ગજેરાપરા પટેલ વાડી ખાતે રાખવામાં આવેલ છે.
આ સમૂહ લગ્નને સફળ બનાવવા જે લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી તે તમામને સંસ્થા તરફથી મોમેન્ટો આપવામાં આવશે તેમજ સમાજના આગેવાનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોને ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ કાંતિભાઇ વઘાસીયા અને હોદ્દેદારો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.