અમરેલી જિલ્લામાં હાલ કાર્યરત મતદાર નોંધણી પ્રક્રિયાની સમીક્ષા કરવા રોલ ઓબ્ઝર્વર હર્ષદકુમાર પટેલ તા.ર૬ના રોજ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. રોલ ઓબ્ઝર્વરની મુલાકાત અંગે માહિતી આપતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.વી. વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે, હાલ કાર્યરત મતદાર નોંધણી પ્રક્રિયાની સમીક્ષા કરવા રોલ ઓબ્ઝર્વર અમરેલી જિલ્લાની મુલાકાતે છે. રોલ ઓબ્ઝર્વર બપોરે ૪ઃ૦૦ કલાકે મતદાર નોંધણી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ ૪ઃ૩૦ કલાકે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ ૫ઃ૦૦ કલાકે જાહેર જનતા સાથે બેઠક યોજશે. જેમાં જાહેર જનતાને સાંજે ૫ઃ૦૦ કલાકે યોજાનારી બેઠકમાં હાજર રહેવા અપીલ કરી છે.