આજે ભાલવાવ પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પના આયોજક આયુર્વેદિક દવાખાનુ શાખપુર, ગુજરાત આરોગ્ય વિભાગ અને વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ છે. કેમ્પ બિરસા મુંડાના જન્મજયંતિ નિમિત્તે યોજાય છે. સરપંચ કલ્પેશભાઈ વિરાણી અને એડવોકેટ ઈતેશ મહેતા, એડવોકેટ રાજેશ્વરી રાજ્યગુરુની ઉપસ્થિતિમાં કેમ્પ યોજવામાં આવશે. ડો. ખોડીદાસ શુક્લા અને સાગર જોશી જેવા આર્યુવેદિક નિષ્ણાતો દ્વારા સારવાર અને વિનામૂલ્ય દવાનું વિતરણ કરવામાં આવનાર છે. લોકોએ કેમ્પનો લાભ લેવા માટે સરપંચ અલ્પેશભાઈ વિરાણીએ આહ્વાન કરેલ છે.









































