ભારત પાસે આવતીકાલે વર્લ્ડ કપ હારનો બદલો લેવાની તક છે કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુ૧૯ વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે. સાઉથ આફ્રિકાના બેનોનીમા બપોરના ૧.૩૦ વાગ્યે મેચ શરુ થશે. અંડર ૧૯ વર્લ્ડ કપ એટલે ૧૯ વર્ષના ક્રિકેટરો દ્વારા રમાતી મેચ અને તેમાંય આ તો ફાઈનલ છે એટલે મેચ જાવાની મજા જ કંઈ અલગ હોય છે. ભારતીય ટીમે સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. હવે બંને ટીમો ટાઇટલ માટે સ્પર્ધામાં ઉતરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ ભારતીય સમય પ્રમાણે બપોરે ૧.૩૦ વાગ્યાથી શરુ થશે. ટીમ ઈન્ડીયા છઠ્ઠી વખત અંડર-૧૯ વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. અત્યાર સુધી ભારતીય ટીમ અંડર-૧૯ વર્લ્ડ કપનો રેકોર્ડ ૫ વખત જીતી ચૂકી છે.
ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચને લાઈવ નિહાળી શકશે. આ સિવાય તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જાઇ શકશો. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ડિઝની પ્લસ હોટસ્ટાર પર તમે બીજી ઘણી ભાષાઓમાં ટાઇટલ મેચનો આનંદ માણી શકશો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ ભારતીય સમય પ્રમાણે બપોરે ૧.૩૦ વાગ્યાથી શરુ થશે.
ઉદય સહારનની આગેવાની હેઠળની ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ પછી ટીમ ઈન્ડીયાએ બાંગ્લાદેશ, આયર્લેન્ડ, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, નેપાળ અને સાઉથ આફ્રિકાને હરાવ્યું હતુ. આ રીતે ભારતીય ટીમે ટૂર્નામેન્ટની સતત ૬ મેચ જીતી છે. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૧ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૪૮.૫ ઓવરમાં ૧૭૯ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૯ વિકેટના ટાર્ગેટને ૪૯.૧ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ પહેલા ભારતીય ટીમે સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ૨ વિકેટે પરાજય આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૩ના વનડે વર્લ્ડ કપમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટક્કર હતી તેમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ જીતી લીધો હતો.