આજરોજ પીઠવાજાળ મુકામે ખટાણા પરિવારના આંગણે માતાજીનો નવરંગો માંડવો યોજાશે. આઈ શ્રી ખીમોઈ માતાજી અને મેલડી માતાજીના માંડવાનો શુભારંભ શુભ ચોઘડીયે થશે. સાથોસાથ માતાજીના સામૈયા, બપોરે પ્રસાદી અને થાંભલીના વધામણા પણ કરવામાં આવશે. કુળના રાવળદેવ બાલુભાઈ ગોવિંદભાઈ રાવળ, કલમના ભુવા કરશનભાઈ લાખાભાઈ કાળોતરા અને થાપાના ભુવા સ્વ.વાલાભાઈ ભુવા રહેશે.આ પ્રસંગે છોકરાના કર પણ કરવામાં આવશે. આ માતાજીના માંડવામાં પધારવા સૌ ભક્તોને ખટાણા પરિવાર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.