કોરોનાના કારણે બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે બર્ફાની બાબા અમરનાથની યાત્રા કરવા શ્રદ્ધાળુઓ જમ્મુ પહોંચવા લાગ્યા છે, જયાંથી તેઓ આવતીકાલે અમરનાથ જવા રવાના થશે. અમરનાથ યાત્રા માટે જે લોકો સમયસર રજીસ્ટ્રેશન નથી કરાવી શકયા તેમના માટે તત્કાલ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરાઈ છે. શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ એ છેક અનેક દિવ્યાંગ શ્રદ્ધાળુઓ પણ આ કઠોર યાત્રા કરવા પહોંચ્યા છે.
યાત્રાળુઓનું પ્રથમ જૂથ આવતીકાલે બાલ ટાલ અને પહેલગામથી અમરનાથ જવા રવાના થશે. જમ્મુમાં યાત્રી નિવાસ મુખ્ય આધાર શિબિર છે, જયાં પ્રશાસન તરફથી શ્રદ્ધાળુઓ માટે રોકાવાની વ્યવસ્થા છે. સુરક્ષાની દ્દષ્ટિએ આ વખતે શ્રદ્ધાળુઓને રાત્રે બહાર જવાની અનુમતી નથી અપાઈ,
એટલે લંગર (ભોજન)ની વ્યવસ્થા યાત્રી નિવાસની અંદર જ કરાઈ છે. જે લોકો સમયસર રજીસ્ટ્રેશન નથી કરાવી શકયા તેઓ માટે તત્કાલ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરાઈ છે. તેઓ જમ્મુ જઈને તત્કાલ રજીસ્ટ્રેશન કરાવી શકશે. યાત્રા માર્ગમાં સુરક્ષાની સમીક્ષા થશે. શ્રદ્ધાળુઓ જ નહીં, શિબિરમાં તૈનાત અધિકારીઓને પણ રેડીયો ફ્રિવન્સી આઈડેન્ટીફીકેશન ડિવાઈસ આરએફઆઈડી ટેગ અપાશે. જેથી તેઓ સંપર્કમાં રહેશે.