પંજાબ વિધાનસભા ચુંટણીની ગરમાગરમી વચ્ચે બેઅદબીની ઘટના અને લુધિયાણા કોર્ટમાં વિસ્ફોટને લઇ વિરોધ પક્ષ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યાં છે.આવામાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચ્ચે જુબાની જંગ તેજ થઇ ગયો છે.હકીકતમાં ચન્નીએ એક પત્રકાર પરિષદમાં કેજરીવાલને ભાગેડુ બતાવ્યા હતાં તો કેજરીવાલે કહ્યું કે વિસ્ફોટ બાદ લોકો સ્તબ્ધ છે. હકીકતમાં કેજરીવાલેપહેલા પોતાના એક ટ્‌વીટમાં કહ્યું કે પહેલા બેઅદબી,હવે બોંબ વિસ્ફોટ કેટલાક લોકો પંજાબનું વાતાવરણ ખરાબ કરવા ઇચ્છે છે. શાંતિ ભંગ કરવા ઇચ્છે છે આજે પંજાબમાં ખુબ જ નબળી સરકાર છે જે પરસ્પર લડી રહી છે.પંજાબમાં શાંતિ કાયમ કરવા માટે  અને  દોષિતોને પકડીને સખ્ત સજા આપવા માટે પંજાબમાં સખ્ત અને ઇમાનદાર સરકાર જાઇએ આમ આદમી પાર્ટી પંજાબને મજબુત સરકાર આપશે અને આવા અપરાધોના દોષિતોને સજા અપાવશે

ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ એક પત્રકાર પરિષદમાં કેજરીવાલના આરોપો પર કપુરથલા મામલામાં બેઅદબીના કોઇ પુરાવા મળ્યા નથી આ સમગ્ર મામલાની તપાસ થઇ રહી છે.એફઆઇઆરમાં પણ સુધારો થઇ રહ્યો છે.આમ આદમી પાર્ટીનું કહેવુ છે કે હું નાટક કરી રહ્યો છું.અરવિંદ કેજરીવાલે કોર્ટમાં સોગંદનામુ જમા કરાવ્યું છે.કેજરીવાલ મજીઠિયાથી માંફી માંગી ભાગી ગયા તે ભાગેડુ છું તેમના ૧૦ ધારાસભ્યોએ પણ આ મામલામાં તેમનો સાથ છોડી દીધો હતો.

ચન્નીના નિવેદન પર પલટવાર કરતા કેજરીવાલે ટ્‌વીટમાં લખ્યું લુધિયાણામાં બોંબ વિસ્ફોટ થયો લોકો સ્તબ્ધ છે પંજાબના મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ કરી પંજાબના લોકોને આશા હતી કે મુખ્યમંત્રી વિસ્ફોટ પર કંઇક બોલશે પરંતુ આખી પત્રકાર પરિષદમાં ચન્ની સાહેબે વિસ્ફોટ પર એક શબ્દ કહ્યું નથી બસ મને ખુબ ગાળો આપી આવી મુશ્કેલ સમયમાં પણ આવી રાજનીતિ