કુંકાવાવ તાલુકાના જંગર ગામ પરિવાર દ્વારા આજે તા.૧ના રોજ ગંગેડી આશ્રમના બાળકૃષ્ણ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભુજી અને ગૌશાળાનાં લાભાર્થે આ રામામંડળ યોજાશે. રામામંડળની સાથે તા.૧ના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે રામાપીરનાં સામૈયા, સાંજના ૬ કલાકે રામાપીર પાઠદર્શન, રામદેવપીરનું આખ્યાન પણ યોજાશે. આ રામામંડળનાં દિવસે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, મહંત ગોકળદાસબાપુ, વિનુદાસબાપુ, સાધુ મીરામાતાજી હાજર રહેશે.