ગીર સોમનાથ જિલ્લાના ઘાંટવડ ગામે આજે ઘાંટવડ કુમાર પ્રાથમિક શાળામાં સવારે ૧૦ થી બપોરના ર વાગ્યા સુધી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેરાવળ રેડક્રોસ સોસાયટી અને નવજીવન બ્લડ બેન્ક વેરાવળ અને જુનાગઢ બ્લડ બેન્કની શાખા દ્વારા સેવા આપવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વીજયસિંહ જાડેજા અને એસપી મનોહરસિંહ જાડેજા ખાસ ઉપÂસ્થત રહેશે. ઉપરાંત રાજકીય અને સામાજીક આગેવાનો અને સંતો મહંતોની પણ ખાસ હાજરી રહેવાની છે. કરબલાના શહીદોની યાદમાં કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.