ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માજી, પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામભાઇ રાઠવા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ગીર સોમનાથના પ્રવાસે જતા હોય, દરમિયાનમાં અમરેલી ખાતે ટૂંકુ રોકાણ કરવાના છે ત્યારે આ હોદ્દેદારોનું અમરેલી જિલ્લા કોંગ્રેસ સત્કાર કરશે. અમરેલીમાં સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રભારી, પ્રમુખ તથા નેતા વિપક્ષનું સત્કાર કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.