દર વર્ષે ર૧મી જૂને વિશ્વભરમાં યોગદિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે કોરોના કાળ બાદ અમરેલી ખાતે પ્રથમવાર વિશ્વ યોગ દિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોગ દિન ઉજવાશે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૩ હજારથી ૩પ૦૦ વ્યÂક્તઓ યોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત વિવિધ નગરપાલિકાઓમાં, તાલુકા કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ યોગ દિન ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યો અને સાંસદ નારણભાઇ કાછડીયા ઉપÂસ્થત રહેનાર છે.