અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, મહામંત્રી મૌલિકભાઈ ઉપાધ્યાય અને જગદિશભાઈ નાકરાણી દ્વારા જિલ્લા યુવા ભાજપની કારોબારી બેઠકનું આવતીકાલ તા.રપના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ મનિષ સંઘાણી અને જિલ્લા યુવા ભાજપના પ્રભારી ચંદ્રજીતસિંહ ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહેશે. તેમ અમરેલી જિલ્લા યુવા ભાજપની અખબારી યાદીમાં જણાવાયું છે.