અમરેલી ખાતે આવેલા સરદાર સર્કલના નવીનીકરણ કામનું આજે લોકાર્પણ કરવામાં આવશે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા અમરેલી શહેરની આગવી ઓળખ સમાન નવનિર્મિત સરદાર સર્કલના નવીનીકરણ કામનું લોકાર્પણ તથા સેન્ટર પોઈન્ટથી સ્વામિનારાયણ મંદિર સુધી પ્રમુખ સ્વામી મહારાજ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તા.૩૧ ઓકટોબરને શુક્રવારના રોજ સવારના ૮ઃ૩૦ કલાકે સરદાર સર્કલ ચિત્તલ રોડ ખાતે રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને ગઢડા સ્વામિનારાયપણ મંદિરના કોઠારી આધ્યાત્મસ્વરૂપ સ્વામીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આ કાર્યક્રમમાં ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પાલિકા પ્રમુખ બીપીન લીંબાણી, શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલીયા, ચીફ ઓફિસર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહેશે.