ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના દોષિત આસારામને છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા છે. આ નિર્ણય તેમની તબીબી સ્થિતિ અને સારવારના અધિકારને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો હતો. ૮૬ વર્ષીય વૃદ્ધ હૃદય રોગથી પીડાય છે.આસારામના પક્ષે દલીલ કરી હતી કે જાધપુર કોર્ટે આસારામને છ મહિના માટે જામીન આપ્યા છે. તેઓ હૃદય રોગથી પીડાય છે. આસારામ ૮૬ વર્ષના છે અને તેમને તબીબી સારવારનો અધિકાર છે. જા અપીલની સુનાવણી છ મહિનાની અંદર આગળ ન વધે તો તે ફરીથી જામીન માટે અરજી કરી શકશે.કોર્ટે જણાવ્યું હતું કે જાધપુર હાઈકોર્ટે આસારામને તેમની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપ્યા છે, તેથી ગુજરાત હાઈકોર્ટ અલગ વલણ અપનાવી શકે નહીં. જા રાજસ્થાન સરકાર આ જામીનને પડકારશે, તો ગુજરાત સરકાર પણ તેમ કરી શકશે. સરકારે જણાવ્યું હતું કે જા જાધપુર જેલમાં પૂરતી તબીબી સુવિધાઓનો અભાવ હોય, તો તેને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરી શકાય છે.પીડિતના વકીલનો દલીલ છે કે આવી પરિસ્થિતિઓમાં પણ, આસારામ અમદાવાદ, જાધપુર, ઈન્દોર અને અન્ય સ્થળોએ મુસાફરી કરી રહ્યા છે. તેમણે ક્્યારેય હોસ્પીટલલમાં લાંબા ગાળાની સારવાર લીધી નથી. તેમણે ઋષિકેશથી મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે. તેઓ જાધપુરમાં આયુર્વેદિક સારવાર લઈ રહ્યા છે અને તેમને કોઈ ફરિયાદ નથી.આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સગીર છોકરી પર બળાત્કાર અને જાતીય શોષણના દોષી સાબિત થયા બાદ તેમને ૨૫ એપ્રિલ, ૨૦૧૮ ના રોજ રાજસ્થાનની જાધપુર કોર્ટે સજા ફટકારી હતી. તેમને ભારતીય દંડ સંહિતા અને પોસ્કો એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ જેલમાં છે.










































