લાઠી ખાતે ખોડલધામ પ્રેરિત સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા ૧૧મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા.૧૪ના રોજ કલાપી વિનય મંદિર લાઠી ખાતે ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાશે. સવારના ૮ઃ૦૦ કલાકે ગણેશ સ્થાપના સાથે, સાંજના ૪ઃ૩૦ કલાકે જાન આગમન, ભોજન સમારંભ, અતિથી સત્કાર સહિતના કાર્યક્રમો યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં રાજય અને જિલ્લાના સમાજના રાજસ્વી આગેવાનો હાજર રહેશે. આ સમૂહ લગ્નોત્સવમાં ર૦ યુગલો લગ્નગ્રંથીથી જાડાઈને પ્રભુતામાં પગલા માંડશે. દાતાઓ તરફથી દીકરીઓને ૭ર જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. આજે બપોરે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ સમિતિ અને લાઠી સમૂહલગ્ન સમિતિ-સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.