આજથી વર્ષ ૨૦૨૨-૨૩ ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં ઉનાળુ વેકેશન બાદ સ્કૂલો ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર રાજ્યની તમામ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષ શિક્ષણ જગત માટે મુશ્કેલી રૂપ રહ્યા છે, ત્યારે બે વર્ષ બાદ સમયસર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે.
રાજ્યમાં આજથી ગુજરાત શિક્ષણ બોર્ડની હેઠળની રાજ્યની પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીની તમામ શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. ૩૫ દિવસનું ઉનાળું વેકેશન પુરૂં થતા ફરીથી શાળાઓના કેમ્પસમાં વિદ્યાર્થીઓથી ધમધમ્યા છે. અમદાવાદના મેમનગરમાં આવેલી એચબીકે સ્કૂલ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા વિશેષ તૈયારી કરાઈ હતી. મુખ્ય દ્વાર પર માં સરસ્વતી, ગણપતિ દાદાની મૂર્તિ મૂકી વિદ્યાર્થીઓને કંકુ ચોખા કરી તેમનું સ્વાગત કરાયું હતું એટલું જ નહીં, સ્કૂલોમાં ફુગ્ગા લગાડી, વિદ્યાર્થીઓને બુક માર્ક આપી પ્રથમ દિવસ વિદ્યાર્થીઓ માટે યાદગાર બનાવાયો હતો.
આજે શિક્ષણકાર્ય શરૂ થતાં રાજ્યની ૫૫ હજોરથી વધુ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો અસહ્ય ગરમી અને વેકેશનની મજો માણ્યા બાદ સ્કૂલોમાં પહોંચ્યા હતાં કોરોનાકાળ બાદ નવું શૈક્ષણિક સત્ર શરું થતા વિદ્યાર્થીઓ અને શાળા તંત્રમાં નવો ઉંમગ દેખાઇ રહ્યો છે. ત્યારે અનેક શાળાઓએ નવી નવી રીતે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. ક્યાંક શિક્ષકોએ તિલક કરીને તો ક્યાંક વિદ્યાર્થીઓને કાર્ટૂન કેરેક્ટર દ્વારા આવકાર્યા હતા.
સૌરાષ્ટ્રના જૂનાઢગઢ,રાજકોટ,જોમનગર સહિત ગુજરાતભરમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે ત્યારે શાળા-કોલેજો પણ શરૂ થયા છે. જોમનગરમાં સવારથી જ શાળાએ બાળકો પ્રવેશતા તેમનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને પ્રથમ દિવસે શાળામાં નવા આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે નાના બાળકો માટે મનોરંજનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.જોમનગરની એક સ્કુલ ખાતે ખાસ જમ્પિંગગ, સ્લાઇડર અને ડોરીમેન તેમજ છોટાભીમ જેવા કાર્ટૂનના વસ્ત્રો પરિધાન કરી બાળકોને મનોરંજન પુરુ પાડવામાં આવ્યું હતું. જોમનગરમાં પ્રથમ દિવસે બાળકો શાળામાં પ્રવેશ કરતાં જ શાળામાં પણ કિલ્લોલ જોવા મળ્યો.