દામનગર ખાતે વૈજનાથ મંદિર સામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમમાં પાલિકાના સદસ્યો, દાતાઓ સહિત અગ્રણીઓની હાજરીમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યાં હતા. શહેરને હરિયાળુ બનાવવા માટે આગેવાનો દ્વારા કરવામાં આવેલા આ કાર્યને લોકોએ આવકાર્યુ હતુ.