હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના ‘શ્લોર્ક પાઠ કરવાનું શીખવવામાં આવશે. અહીં એક સત્તાવાર અખબારી યાદી મુજબ, મુખ્યમંત્રીએ કુરુક્ષેત્રમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.
આ ઉત્સવના ભાગરૂપે ગીતા જ્ઞાન સંસ્થાનમ અને કુરુક્ષેત્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત સેમિનારમાં ખટ્ટરે કહ્યું કે ગીતા સંબંધિત પુસ્તકો ધોરણ ૫ અને ૭ ના અભ્યાસક્રમનો ભાગ હશે. મુખ્યમંત્રીએ કહ્યું કે યુવાનોએ ગીતાનો સાર પોતાના જીવનમાં આત્મસાત કરવો જાઈએ કારણ કે આ પવિત્ર ગ્રંથમાં સંદેશ માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ આપણા સૌ માટે આપવામાં આવ્યો છે
તેમણે કહ્યું કે વાર્ષિક આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવને મોટા પાયે લેવા માટે આગામી વર્ષથી ગીતા જયંતિ સમિતિની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યોતિસરમાં ‘ગીતસ્થર્લી ખાતે બે એકર જમીન પર ૨૦૫ કરોડ રૂપિયાના ખર્ચે મહાભારત થીમ પર એક મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. ખટ્ટરે કહ્યું કે રામલીલાની તર્જ પર આગામી વર્ષથી આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ દરમિયાન કૃષ્ણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવશે.