ઈ-કોમર્સ સેક્ટરનો ગ્રોથ વધતાં વેરહાઉસિંગ સેગમેન્ટમાં ટ્રાન્જેક્શન વાર્ષિક ૨૦ ટકાના દરે વધશે. જે ૨૦૨૧માં ૩૧.૭ મિલિયન ચોરસફૂટથી વધી ૨૦૨૩ સુધી ૪૫.૯ મિલિયન ચોરસફૂટ થશે. આઈટી સેકટર્સમાં માગ વધતાં આગામી બે વર્ષમાં ૧૧.૬૭ મિલિયન ચોરસફૂટ સ્પેસની માગ ઉભી થશે. કો-વ‹કગ કલચરમાં વધારો થતાં અનુકૂળ ઓફિસની માગ વધી છે.માંગમાં સુધારાના પગલે હાઉસિંગના ભાવો આગામી વર્ષે ૫ ટકા વધવાની શક્યતા નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ વ્યક્ત કરી છે.
૨૦૨૨ આઉટલુક રિપોર્ટ અનુસાર, ૨૦૨૧માં મહામારીના કારણે સર્જાયેલી વોલિટિલિટીની અસર હાઉસિંગ સેક્ટર પર જોવા મળી હતી. પરંતુ આગામી ૨૦૨૨ કોમર્શિલ અને રેસિડેન્શિયલ સેક્ટર માટે વધુ સ્થિર રહેવાનો આશાવાદ છે. આગામી વર્ષે પણ મોટા ઘર, શ્રેષ્ઠ સુવિધા અને આકર્ષક ભાવોને ધ્યાનમાં રાખતાં વેચાણો વધવાની સંભાવના છે. ગત દાયકામાં ડિમોનેટાઈઝેશન, જીએસટી, રેરા સહિત માળખાકીય સુધારાઓના કારણે સર્જાયેલા પડકારો બાદ કોરોના મહામારીના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીના વાદળો વધુ ઘેરાં બન્યાં હતાં. ઘરોના ભાવોમાં વધારાને કારણે માગ અને પુરવઠામાં જોવા મળેલા સંકોચનના કારણે આગામી વર્ષે ભાવમાં ૫ ટકાનો વધારો થશે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યા પ્રમાણે, મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમ ટ્રેન્ડના પગલે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં ઝડપી રિકવરી જોવા મળી છે.