શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ તાલુકા સંગઠન બગસરા દ્વારા
વિવિધ ક્ષેત્રમાં કાર્યરત તેજસ્વી પ્રતિભાનું સન્માન, ઉદ્યોગ રત્ન એવોર્ડ, પ્રગતિશીલ ખેડૂતોને કિસાન રત્ન એવોર્ડ અપાશે
આગામી રવિવાર તા. ૧૪ મી સપ્ટેમ્બરના રોજ શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ તાલુકા સંગઠન બગસરા દ્વારા ૨૯મા તેજસ્વી તરલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત જ્ઞાતિની તેજસ્વી પ્રતિભાનું સન્માન, ઉદ્યોગ રત્ન એવોર્ડ, પ્રગતિશીલ ખેડૂતોને કિસાન રત્ન એવોર્ડ, તથા નવનિયુક્ત અધિકારી અને કર્મચારીનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક રહેશે જ્યારે ઉદ્‌ઘાટક તરીકે પરસત્તમભાઈ ગેવરીયા અને મથુરભાઈ કોટડીયા ઉપસ્થિત રહેશે. જ્યારે બ્રિજેશભાઈ રાદડિયા અને વિમલભાઈ આસોદરીયાનું વિશિષ્ટ સન્માન કરાશે. કાર્યક્રમમાં ડોક્ટર કનુભાઈ કરકર મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપશે. કાર્યક્રમમાં જ્ઞાતિજનોને પધારવા માટે પ્રમુખ પ્રદીપભાઈ નાકરાણી અને મહામંત્રી જયદીપભાઇ હિરપરા તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.