અમરેલી ખાતે શ્રી દશનામ દર્શિત ચેરીટેબલ ટ્રસ્ટ-અમરેલી દ્વારા આગામી મહિનામાં દશનામ સમાજના દાતાઓના સહયોગથી સમસ્ત ગુજરાત દશનામ ગોસ્વામી સમાજના યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમા રાજ્યના દશનામ ગોસાઈ, ગોસ્વામી, ગુસાઈ, અતીત, દશનામ બાવાજી સમાજના લગ્નોત્સુક યુવક યુવતીઓનો પરિચય મેળો, શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર, રાજકીય મહાનુભાવો, દશનામ સમાજની પરંપરાને જેમણે જીવંત રાખી છે તેવા સુરના સાધકો, અલખના આરાધકો, ભજનિકો, સાજીંદાઓનું ભવ્ય સન્માન અને એમનુ પણ એક સંગઠન બનાવવા દશનામ કલા અને સંસ્કૃતિ મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મો.૯૫૩૭૩૧૫૭૧૫ ઉપર વોટ્‌સએપ મેસેજ દ્વારા નામ સરનામું મોકલી આપવા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અતુલપુરી ગોસાઈની અખબારી યાદીમા જણાવાયું છે.