ગામી મહિને બ્રિકસ સમિટમા પુટીન-મોદી અને જીનપીંગ વર્ચ્યુઅલ માધ્યમથી મળશે.રશિયાના યુક્રેન પરના આક્રમણ અને વિશ્વમા વધતા જતા મહાસતાઓ વચ્ચેના તનાવના વાતાવરણ વચ્ચે આગામી ૨૪ જૂનના બ્રિકસ-રાષ્ટ્રોની શિખર પરિષદ પર ભારતનું ફોકસ છે.આમ વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થા જેવા ભારત,બ્રાઝીલ,દક્ષિણ
આફ્રિકા તથા ચીન અને રશિયાના બનેલા આ સંગઠનની વાર્ષિક શિખર પરિષદ વર્ચ્યુઅલ રહેશે.
આ બેઠકમાં ભારત,રશિયા,ચીનના સંવાદ પર સૌની નજર છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન યુક્રેન પરના આક્રમણ બાદ પ્રથમ વખત કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકમાં સામેલ થઈ રહ્યા છે.