અમરેલીથી પ્રસિદ્ધ થતા આગમન દૈનિક અખબારના તંત્રી નિલેષભાઇ જાનીના પિતાજી મુકુંદરાય પુરૂષોતમભાઇ જાનીનું આજે દુઃખદ અવસાન થતા જાની પરિવાર તથા સગા-સ્નેહીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. સદ્‌ગતની અંતિમ યાત્રા તા. ૯ના રોજ સવારે ૭ઃ૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન દેનાબેંક સોસાયટી-અમરેલીથી નીકળશે. તેમજ બેસણું તા. ૧૦ ને શુક્રવારના રોજ શશાંક મહાજન પાર્ટી પ્લોટ ખાતે બપોરે ૩ઃ૦૦ થી પઃ૦૦ કલાકે રાખેલ છે.