ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનને હરાવીને ૨૦ વર્લ્‌ડ કપની સેમિફાઇનલ મેચ જીતી લીધી છે અને જો લોકો આ માટે કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવે છે તો તે છે હસન અલી. અલી માટે આ વર્લ્‌ડ કપ ભૂલવા જેવો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં એક કેચ છોડવો તેની ટીમ પાકિસ્તાન માટે ભારે હતો. હસન અલીની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. જો કે, હવે પાકિસ્તાનના પૂર્વ ફસ્ટ બોલર વસીમ અકરમ હસનના સમર્થનમાં આવ્યા છે અને લોકોને આવા આરોપો લગાવવાનું બંધ કરવા કહ્યું છે.
અકરમે કહ્યું છે કે, તે નથી ઇચ્છતો હતો કે, પાકિસ્તાનના સમગ્ર લોકો આવા અલીની પાછળ પડે. ઘણા લોકોએ પહેલાં પણ કેચ છોડયા છે અને તે રમતમાં થાય છે. દરેક વ્યક્તિ બીજો દિવસે નવેસરથી શરૂઆત કરે છે.
અકરમે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે જે રીતે આખો દેશ હસન અલીની પાછળ છે. હું અને વકાર યુનુસ પણ આ તબક્કામાંથી પસાર થયા છીએ . અન્ય દેશોના લોકો માટે તે માત્ર એક રમત છે. બીજો દિવસે તમે ખેલાડીને સાંત્વના આપો, તે ખરાબ દિવસ છે , આગલી વખતે તે વધુ સારું રહેશે , હવે આગળ વધો. હસન અલીએ ઓસ્ટ્રેલિયા સામેની બોલિંગમાં ૪ ઓવરમાં ૪૪ રન પણ આપ્યા હતા અને તેણે આફ્રિદીની બોલ પર મેથ્યૂ વેડનો કેચ પણ છોડયો હતો, જે બાદ બેટ્‌સમેને સતત ત્રણ સિક્સર ફ્ટકારીને મેચ પાકિસ્તાનની પકડમાંથી છીનવી લીધી હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પણ કહ્યું કે, આ કેચ મોંઘો સાબિત થયો જેના કારણે ટીમ મેચ પણ હારી ગઈ. જો કે તેણે એ પણ સ્વીકાર્યું કે, હસન અલી તે સમયે દબાણમાં હતો. અકરમનું માનવું છે કે, પાકિસ્તાનના ચાહકો અને ખેલાડીઓ માટે પણ આ સ્થિતિ થોડી મુશ્કેલ છે. પરંતુ અગ્નિમાં ઘી ઉમેરવાનું કામ ન કરવું જોઈએ.