શહેરના જાણીતા ઈ.એન.ટી. સર્જને આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ભાવનગર શહેરમાં કાળાનારા પાસે આવેલ સુપ્રસિદ્ધ સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં પોતાની ક્લિનિક ધરાવતા ડા. રંગલાણીએ હોસ્પિટલમાં વધુ માત્રામાં ઈન્જેક્શન લઈ જીવન ટુંકાવ્યું હતું.ભાવનગર શહેરના નામાંકિત ઇએનટી સર્જન ડો. રાજેશ રંગલાણીએ પોતાના દવાખાનામાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. માધવબાગમાં રહેતા અને કાળાનાળા વિસ્તારમાં ખાનગી ક્લિનિક ધરાવતા તબીબે પોતાના ક્લિનિકમાં જાતે કોઈ ઇન્જેક્શન લઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે ખસેડી હતી. તબીબની આત્મહત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે.ભાવનગર શહેરમાં માધવબાગ પ્લોટ નં. ૪૦-૪૧ માં રહેતા અને સૂર્યદીપ કોમ્પ્લેક્ષમાં કાન-નાક ગળાનું ખાનગી ક્લીનિક ધરાવતા રાજેશ જીવાભાઈ રંગલાણીએ ગત રાત્રિના સુમારે પોતાના ક્લીનીકમાં અગરમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. તબીબી આપઘાત કર્યાની જાણ તબીબના મિત્ર વર્તુળ તેમજ પરિવારજનોને થતા મિત્રો તેમજ પરિવારજનો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.આ સમગ્ર મામલાની જાણ નિલમબાગ પોલીસને કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તબીબના મૃતદેહનું પંચનામું કરી પીએમ માટે સર્ટી હોસ્પિટલ ખસેડી પરિવારજનોનાં નિવેદનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી. ડોક્ટર દ્વારા અચાનક ભરેલ આવા પગલાથી ડોક્ટર આલમમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.