તોક્તે વાવાઝોડામાં બોર્ડ ક્ષતિગ્રસ્ત થતાં ઉતારી લેવાયું હતું

સાવરકુંડલા શહેરમાં આવેલ એસટી ડેપોના પ્રવેશદ્વાર પાસે આવેલ નામનિર્દેશન દર્શાવતું બોર્ડ કે જે તોકતે વાવાઝોડા દરમિયાન ક્ષતિગ્રસ્ત થતાં દૂર કરવામાં આવ્યું હતું. જેને લાંબી પ્રતિક્ષા બાદ છેલ્લા એક મહિનાથી નવું બોર્ડ લગાવવામાં આવતાં મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આ સંદર્ભે સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજર નથવાણીએ જણાવ્યું કે ઘણી ફોર્મલ પ્રોસિઝરને અંતે આ નામ નિર્દેશન દર્શાવતું બોર્ડ પ્રવેશદ્વાર પર લગાવવામાં આવ્યું છે. જો કે આ નામનિર્દેશન દર્શાવતું બોર્ડ લગાવવાથી સાવરકુંડલા એસ.ટી. ડેપોની શોભામાં અભિવૃદ્ધિ થયેલી જોવા મળે છે. આ બોર્ડ લગાવવા માટે અવારનવાર વર્તમાન પત્રોમાં સમાચાર પ્રકાશિત થયા હતાં.