આઈપીએલમાં બુધવારે ક્વિન્ટન ડિકોક અને કેએલ રાહુલે મળીને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. બંનેની દમદાર ઈનિંગને કારણે આઈપીએલના અનેક રેકોર્ડ પણ તૂટી ગયા છે. બોલરોની ખુબ ધોલાઈ થઈ હતી. લખનઉએ ૨૦ ઓવરમાં વિના વિકેટે ૨૧૦ રન બનાવ્યા હતા.
ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં બુધવારે આઈપીએલ મેચમાં લખનઉ સુપર જોયન્ટ્‌સે ટોસજીતીને પ્રથમ બેટિંગ કરી હતી. તેણે ૨૦ ઓવરમાં વિના વિકેટે ૨૧૦ રન બનાવ્યો. ડિકોક અને રાહુલે બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો. ડિકોકે ૭૦ બોલમાં ૧૪૦ અને રાહુલે ૬૮ રન બનાવ્યા હતા. આ મેચમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા છે.
ક્વિન્ટન ડિકોક અને રાહુલે ૨૧૦ રનની અણનમ ભાગીદારી કરી. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી બની ગઈ છે.
ડિકોકે ૭૦ બોલમાં ૧૦ ફોર અને ૧૦ સિક્સ સાથે ૧૪૦ રન ફટકાર્યા હતા. આ તેના આઈપીએલ કરિયરની બીજી સદી હતી. આ પહેલા તેણે ૨૦૧૬માં આરસીબી સામે સદી ફટકારી હતી. તો આ આઈપીએલની ૧૫મી સીઝનનો સૌથી મોટો સ્કોર છે.
ડિકોકનો ૧૨ રને કેચ છૂટ્યો હતો, ત્યારબાદ તેણે આક્રમક બેટિંગ કરી. શરૂઆતી ૨૦૧ રન ૫૯ બોલમાં બનાવ્યા તો આગામી ૧૧ બોલમાં ૩૯ રન ફટકારી દીધા હતા. મેચમાં ડિકોકે ૧૪૦ રન બનાવ્યા. આજથી વધુ એક મેચમાં કોઈ બેટરે કેકેઆર સામે આટલા રન બનાવ્યા નથી.
ચોથી વખત એવુ થયું કે આઈપીએલમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે પોતાની તમામ ૨૦ ઓવર રમી અને એકપણ વિકેટ ગુમાવી નહીં.
કેએલ રાહુલ આઈપીએલમાં રન મશીન બની ચુક્યો છે. ડેવિડ વોર્નર બાદ સતત ૫ સીઝનમાં ૫૦૦ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.