આઇસીસી ટેસ્ટ બેટ્‌સમેન રેન્કિંગમાં ભારતનો વિરાટ કોહલી ટોપ-૨૦ અને રોહિત શર્મા ટોપ-૨૫માંથી બહાર છે. બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં રિષભ પંત અને શુભમન ગિલને ફાયદો થયો છે. જ્યારે બોલર રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન પાંચમા સ્થાને પહોંચી ગયો છે.ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમ રેન્કિંગમાં એક સ્થાનની છલાંગ લગાવીને ૫માં નંબરે છે. ટીમે શ્રીલંકાને પાછળ ધકેલી દીધું.
બીજા સ્થાને આર. અશ્વિન છે.વિરાટ કોહલી બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં માત્ર એક જ ફિફ્ટી ફટકારી શક્યો હતો. તેણે ૧૦ ઇનિંગ્સમાં ૨૧.૩૩ની એવરેજથી ૧૯૨ રન બનાવ્યા હતા. સતત ૫ ટેસ્ટમાં નબળા પ્રદર્શનને કારણે વિરાટ ૮મું સ્થાન ગુમાવીને ૨૨માં સ્થાને પહોંચી ગયો છે.વિરાટ ૧૦ વર્ષ બાદ ટોપ-૨૦ ટેસ્ટ રેન્કિંગમાંથી બહાર હતો, છેલ્લી વખત તે ૨૦૧૪માં ઈંગ્લેન્ડ સામે ખરાબ પ્રદર્શનને કારણે ટોપ-૨૦માંથી બહાર થયો હતો. તે જ વર્ષે, તે ઓસ્ટ્રેલિયામાં ૪ સદી ફટકારીને ટોપ-૧૦માં પાછો ફર્યો. હવે ભારત ૨૨ નવેમ્બરથી ફરી એકવાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યું છે.