આઇપીએલ ૨૦૨૫ મેગા ઓક્શન ક્યાં થશે? આ સંદર્ભમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પાસે હવે બે શહેરોના નામ છે જેમાં હરાજીનું આયોજન કરી શકાય છે. ઓસ્ટ્રીયાની રાજધાની વિયેના, સિંગાપોર, દુબઈ અને લંડનને હરાજી માટે સ્થાન માનવામાં આવી રહ્યું છે. પરંતુ હવે ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ સાઉદી અરેબિયામાં મેગા ઓક્શન કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં બીસીસીઆઇએ હવે રિયાધ અને જેદ્દાહમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.
બીસીસીઆઇએ કેટલાક અધિકારીઓને સાઉદી અરેબિયા મોકલ્યા છે, જ્યારે કેટલાક અધિકારીઓ આજે એટલે કે ૨૧ ઓક્ટોબરે સાઉદી જવા રવાના થશે.આઇપીએલ ૨૦૨૫ ટીમો ભારતમાં હરાજી પ્રક્રિયા હાથ ધરવા ઈચ્છતી હતી, પરંતુ ભારતમાં હરાજી હાથ ધરવાનો કોઈ વિકલ્પ નહોતો. હવે ટીમના માલિકો બીસીસીઆઇ દ્વારા હરાજીની જગ્યા અને તારીખની પુષ્ટિ કરે તેની રાહ જાઈ રહ્યા છે, જેથી તેઓ પ્રવાસની તૈયારીઓ પૂર્ણ કરી શકે.
અત્યાર સુધી આવા ઘણા દાવા કરવામાં આવ્યા હતા કે મેગા ઓક્શન નવેમ્બર મહિનામાં થઈ શકે છે અને હવે નવા અપડેટ મુજબ આવો જ દાવો સામે આવ્યો છે. ૨૫-૨૬ નવેમ્બરને હરાજી માટે સંભવિત તારીખો તરીકે જાવામાં આવી રહી છે. બીસીસીઆઈ આ તારીખોને લઈને પણ ખચકાટ અનુભવી શકે છે કારણ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ ૨૨-૨૬ નવેમ્બર દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાવાની છે.
મેગા ઓક્શનના પ્રસારણ અધિકારો એક જ કંપની પાસે છે. આવી Âસ્થતિમાં, હરાજી અને ટેસ્ટ મેચ વચ્ચેની ટક્કરથી બ્રોડકાસ્ટરને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. જા ૨૫-૨૬ નવેમ્બરની તારીખો કન્ફર્મ થઈ જાય તો સાંજે હરાજીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.