કેકેઆર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચની એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, પ્રીતિ ઝિન્ટા યુઝવેન્દ્ર ચહલને ખુશીથી ગળે લગાવેલી જોવા મળે છે.

ગયા મંગળવારે,આઇપીએલમાં કેકેઆર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને ૧૧૧ રન બનાવ્યા હતા અને તેના જવાબમાં કેકેઆરની ટીમ ૯૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પંજાબ કિંગ્સે આ મેચ ૧૬ રનથી જીતી લીધી. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે મેચ જીતવામાં શાનદાર ભૂમિકા ભજવી હતી, જેમાં તેણે પોતાની શાનદાર બોલિંગથી ચાર વિકેટ લીધી હતી અને મેચ પર કબજા જમાવ્યો હતો. વિજય પછી, પંજાબ કિંગ્સની માલિક અને બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ખુશીથી કૂદી પડી.

મેચ જીત્યા બાદ, પંજાબ કિંગ્સના બધા ખેલાડીઓ વિજયની ઉજવણી કરી રહ્યા હતા. પ્રીતિ ઝિન્ટા પણ આ ઉજવણીમાં જાડાઈ અને મેદાન પર પહોંચી અને ખેલાડીઓને મળી. યુઝવેન્દ્ર ચહલને જાતાંની સાથે જ તેણે તેને ગળે લગાવી દીધો અને બંનેએ થોડીવાર વાતો કરી. આ પછી, બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. મેચ દરમિયાન, વિરોધી ટીમની દરેક વિકેટ પડતાં અભિનેત્રી ખૂબ જ ખુશ હતી.

પ્રીતિ ઝિન્ટા પંજાબ કિંગ્સની સહ-માલિક છે. તે હંમેશા તેની ટીમને પ્રોત્સાહન આપતી રહે છે. ક્રિકેટ ઉપરાંત, જો આપણે અભિનેત્રીના કામ વિશે વાત કરીએ તો, પ્રીતિ ઝિન્ટા ટૂંક સમયમાં સની દેઓલ સાથે ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ માં મોટા પડદા પર જોવા મળશે. રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.