ઇન્ડિયન પ્રીમિયર લીગ બાદ ભારત-આફ્રિકા વચ્ચે પાંચ ટી૨૦ મેચની સિરીઝ રમાઈ રહેલી છે. ત્યારે પ્રથમ મેચ હાર્યા બાદ બીજી મેચ પણ ભારત ચાર વિકેટે હાર્યું હતું. હવે સૌથી મોટો પ્રશ્ન એ સામે આવ્યો છે કે ભારત માટે શ્રેણી બચાવી ખુબ જ અઘરી સાબિત થશે કારણ કે હજુ ત્રણ મેચ બાકી છે અને પ્રથમ બે મેચમાં ભારતનો કારમો પરાજય થયો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જે ભારતીય ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું તેઓ આંતરરાષ્ટ્રીય મેચમાં વામણા સાબિત થયા છે.
બીજી તરફ આઇપીએલમાં દરેક ખેલાડીઓને પૂરતા પ્રમાણમાં નાણાં મળતા હોવાથી જે આંતરરાષ્ટ્રીય મેચ ની મહત્વતા હોવી જોઈ તે ખતમ થઇ રહી છે બીજી તરફ ભારતની બોડી લેંગ્વેજ અને જે ટીમ યુનિટી જોવા મળવી જોઈએ તેમાં પણ અભાવ આવ્યો છે. તારે હવે ભારતીય ટીમ માટે સર્વપ્રથમ યુનિટી લાવી ખૂબ જ જરૂરી છે જો આ કરવા માટે સફળ થશે તો અને તો જ તેઓ સારું પ્રદર્શન કરી શકશે.
સાઉથ આફ્રિકાએ બોલરોના અસરકારક દેખાવ બાદ વિકેટકિપર બેટસમેન ક્લાસનની ૪૬ બોલમાં ૭ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથેની ૮૧ રનની ઈનિંગને સહારે ભારત સામેની બીજી ટી-૨૦માં ૧૦ બોલ બાકી હતા, ત્યારે ચાર વિકેટથી જીત હાંસલ કરી હતી. સાઉથ આફ્રિકાએ આ સાથે પાંચ ટી-૨૦ની શ્રેણીમાં ૨-૦થી સરસાઈ મેળવી લીધી હતી.