આઈપીએલ ૨૦૨૫, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, સંજુ સેમસન, શિવમ દુબેઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનને લઈને ઘણા આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આઇપીએલ ૨૦૨૫માં ઘણા મોટા ખેલાડીઓ અન્ય ટીમો માટે રમતા જોવા મળશે. અત્યાર સુધી સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ અને સૂર્યકુમાર યાદવના આરસીબીમાં જવાના સમાચારે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
રિપોર્ટ્‌સ અનુસાર, મુંબઈ ઇન્ડીંસના સૂર્યકુમાર યાદવ હવે ફ્રેન્ચાઈઝી છોડવાના મૂડમાં છે. ભારતની ટી ૨૦ ટીમનો કેપ્ટન હવે આરસીબીની કમાન સંભાળશે. એવો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. અન્ય એક રિપોર્ટમાં આ માહિતી પણ સામે આવી છે કે સંજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. જ્યારે શિવમ દુબે ચેન્નાઈથી રાજસ્થાન રોયલ્સમાં જશે. કેએલ રાહુલ પણ લખનૌ સુપર જાયન્ટ્‌સ છોડીને આરસીબીમાં જોડાશે. તેવા અહેવાલો પણ સામે આવ્યા છે. ઠીક છે, આ ફેરફારો વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. આ તમામ દાવા અહેવાલો અને સૂત્રોના આધારે કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈપણ ફ્રેન્ચાઈઝી,
બીસીસીઆઇ અથવા આઇપીએલ ગવ‹નગ કાઉન્સીલ તરફથી કોઈ અપડેટ આવ્યું નથી.
હજુ સુધી આઇપીએલ તરફથી રિટેન્શનને લઈને કોઈ માહિતી સામે આવી નથી. જો કે, મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે તમામ ટીમો ચાર ખેલાડીઓને જાળવી શકશે, જ્યારે તેઓ બે ખેલાડીઓ પર આરટીએમનો ઉપયોગ કરી શકશે.
તમને જણાવી દઈએ કે આઇપીએલના નિયમો અનુસાર તમામ ટીમો મેગા ઓક્શન પહેલા ચાર-ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે. બાકીના તમામ ખેલાડીઓને ટીમોએ છોડવા પડશે. આ સિવાય ટીમો હરાજી પહેલા પોતાની વચ્ચે વેપાર પણ કરી શકે છે. આમાં, ખેલાડીઓની આપ-લે થાય છે અથવા એક ટીમ બીજી ટીમને ખેલાડી લેવા માટે પૈસા આપે છે.