આઇપીએલના કારણે અમદાવાદની મેટ્રો ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. ૩ મેચમાં જ મેટ્રો ટ્રેનમાં ૬૨ હજાર મુસાફરોએ સવારી કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામાન્ય દિવસ કરતા ૬૨ હજાર વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. મેટ્રોને ૨૫ માર્ચના દિવસે ૨૧.૧૯ લાખની આવક થઈ છે, તો ૨૯ માર્ચના ૨૬.૫૭ લાખ, ૯ એપ્રિલના ૨૩.૫૬ લાખની આવક થઈ છે.
સામાન્ય દિવસ કરતા આઇપીએલ મેચના કારણે અમદાવાદ મેટ્રોની આવકમાં ૨ ગણો વધારો થયો છે. અત્રે જણાવીએ કે, મેચને લઈ મેટ્રોના સમયમાં ફેરફાર કરી સમય લંબાવવામાં પણ આવ્યો હતો. ત્યારે અમદાવાદ મેટ્રોને આઇપીએલની મેચો ફળી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તારીખ ૨૫ માર્ચ ૨૦૨૫, ૨૯ માર્ચ ૨૦૨૫, ૯ એપ્રિલ ૨૦૨૫, ૨ મે ૨૦૨૫ અને ૧૪ મે ૨૦૨૫ના રોજ આઇપીએલ ૨૦૨૫ની ડે-નાઇટ મેચોને લઇને ય્સ્ઇઝ્રએ અમદાવાદ મેટ્રો ટ્રેન સેવા સવારના છ વાગ્યાથી રાત્રિના ૧૨.૩૦ વાગ્યા સુધીનો કરી છે. હાલમાં આ સેવા સવારના ૬.૨૦ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી છે, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચોને ધ્યાનમાં લઇ સમય સવારના ૬ થી રાત્રિના ૧૨.૩૦ સુધીનો કરવામાં આવ્યો છે.
સ્પેશિયલ પેપર ટિકીટનું ભાડુ પ્રતિ વ્યક્તિ ૫૦ રૂપિયા છે જેનો ઉપયોગ લંબાવેલા સમય દરમ્યાન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોની બન્ને લાઇન પરના કોઇપણ કાર્યરત સ્ટેશન સુધીની મુસાફરી માટે થઇ શકશે. રાત્રિના ૧૦ વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશિયલ ટીકીટ માન્ય રહેશે.