સુપ્રીમ કોર્ટે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા સાથે સંબંધો હોવાના આરોપી અમ્માર રહીમાનના જામીન રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે શોધી કાઢ્યું કે રહીમાનના મોબાઇલ ફોનમાંથી મળેલા પુરાવા તે આઇએસઆઇએસનો સભ્ય હોવાનું સાબિત કરવા માટે પૂરતા નથી અને તેની વિરુદ્ધના અન્ય પુરાવા પણ તેને દોષિત ઠેરવવા માટે પૂરતા નથી. જાકે, કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે રહીમાન ટ્રાયલ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદેશ જઈ શકશે નહીં સિવાય કે તેને કોર્ટની પૂર્વ પરવાનગી મળે.
તમને જણાવી દઈએ કે રહેમાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિંસક જેહાદી વિચારધારા ફેલાવવા, કટ્ટરપંથી બનાવવા અને સંવેદનશીલ મુસ્લિમ યુવાનોની ભરતી કરવા માટે અનેક આઇએસઆઇએસ પ્રચાર ચેનલો ચલાવી રહ્યો હતો. આરોપો અનુસાર, તેણે અને તેના સાથીઓએ આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે જમ્મુ અને કાશ્મીર અને આઇએસઆઇએસ નિયંત્રિત વિસ્તારોમાં મુસાફરી કરવાની યોજના બનાવી હતી.