અમેરિકા ઇકોનોમિક બેલઆઉટ પેકેજ ફરી શરૃ કરવા માટે આઇએમએફની મંત્રણામાં પાકિસ્તાનની મદદ કરવા માટે તૈયાર થઇ ગયું છે તેમ મીડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. પકિસ્તાનના એક અગ્રણી અખબારના જણાવ્યા અનુસાર એક્સટેન્ડેન્ડ ફંડ ફેસિલિટી (ઇએફએફ)ને ફરીથી શરૃ કરવા માટે પાકિસ્તાન અને આઇએમએફ વચ્ચે સમજૂતી થઇ શકી નથી.
અખબારે રાજદ્વારી સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે આઇએમએફ સાથે સમજૂતી થઇ જોય તે માટે અમેરિકા પાકિસ્તાનની મદદ કરવા માટે તૈયાર થઇ ગયું છે. આ અગાઉ પાકિસ્તાને આઇએમએફ સાથે સમજૂતી સાધવામાં મદદ કરવા અમેરિકાને અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આઇએમએફમાં અમેરિકાનો મોટો હિસ્સો હોવાને કારણે અમેરિકા આઇએમએફમાં પ્રભુ¥વ ધરાવે
છે.
આ દરમિયાન અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત મસૂદ ખાને દક્ષિણ અને મધ્ય એશિયાના સહાયક અમેરિકન વેપાર પ્રતિનિધિ ક્રિસ્ટોફર વિલ્સનની આ સંબધમાં મુલાકાત લીધા હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશોના વેપાર સંબધોના વિસ્તાર અને પાકિસ્તાનમાં અમેરિકન રોકાણને પ્રોત્સાહન આપવા મુદ્દે ચર્ચા થઇ હતી.