ત્રણ વર્ષ પહેલા ર૪મી જૂને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળની સ્થાપના થઇ હતી. જેની ઉજવણી ભારતમાં એક સપ્તાહ માટે કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ-અમરેલી દ્વારા આગામી તા. ર૭-જૂનના રોજ ભવ્ય બાઇક રેલી અને ત્રિશુલ દિક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામેશ્વર મંદિર, સરદાર ચોકથી સાંજે પઃ૦૦ કલાકે આ બાઇક રેલી પ્રસ્થાન કરશે અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ સાંજે ૭ઃ૦૦ કલાકે સિનિયર સિટિઝન પાર્ક ખાતે પહોંચશે, જ્યાં ત્રિશુલ દિક્ષા કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આં.હિ.પ.ના ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઇ ભરવાડ ઉપસ્થિત રહેશે. ત્રિશુલ દિક્ષા કાર્યક્રમમાં નોંધાયેલ કાર્યકરો સિવાય કોઇને ત્રિશુલ દિક્ષા ધારણ કરવી હોય તેમણે તા. ર૬-જૂન સાંજ સુધીમાં વિપુલભાઇ ગજેરાનો મો.નં. ૯૦૯૯૩ ૬૩૬૧પ ઉપર સંપર્ક કરવાનો રહેશે.