આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અમરેલીના રાજકમલ ચોકમાં આવેલા શહીદ સ્મારક ખાતે હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલ દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત સહિત ૧૪ લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ જી.જે. ગજેરા સહિતના આ.રા.હિન્દુ પરિષદનાં આગેવાનો હાજર રહ્યા હતા.