અમરેલી આં.રા.હિન્દુ પરિષદ દ્વારા આંદોલનની ચીમકી
અમરેલી,તા.૩૧
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બચુભાઈ લાડવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તંત્ર દ્વારા મંદિર તોડી પાડવાની નોટિસ ફટકારી દીધી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ગુજરાતમાં મંદિર બચાવવા માટે વિવિધ સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કલેકટરને આવેદનપત્ર આપી કાયદાકીય બાબતોને ધ્યાન રાખીને આંદોલન શરૂ કર્યું હતું જેમાં સંતો- મહંતો પણ જોડાયા હતા. આં.રા.હિન્દુ પરિષદના બે નેતાઓની આ ધરપકડને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો.ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ, સંયુક્ત મહામંત્રી જયસુખભાઇ બુટાણી, સંયુક્ત મહામંત્રી વસંતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ વનરાજસિંહ ખેર દ્વારા જણાવાયુ છે કે, બંને હોદ્દોદારોને મુક્ત કરવામાં નહીં આવે તો આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.