તાજેતરમાં જાપાનના MATSUYAMA અને IMBARI સિટી ખાતે તા.૨૩ થી ૨૯ નવેમ્બરના રોજ અંડર-૧૨ બેઝબોલ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યુ છે આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં સાવરકુંડલાનું ગૌરવ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાથી પરમ ધર્મેશભાઈ ચુડાસમાનું ટીમ ઇન્ડિયામાં સિલેકશન થયેલું છે અને તેઓ આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં ભાગ લેવા ગયા છે. ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાએ અભિનંદન સહ શુભકામના પાઠવી છે.