આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ગુરુકાશી યુનિ. ભટીંડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો વિવિધ ક્ષેત્રોમાંથી એગ્રીકલ્ચરનાં વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતાં. જેમાં પાકનું કઈ રીતે રક્ષણ કઈ રીતે કરી શકાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં જૂનાગઢ કૃષિ યુનિ.નાં કપાસ સંશોધન કેન્દ્રનાં ડો. એ.એમ.પોલરા કે જેઓ રાજયનાં સ્ટેટ લેવલ સંશોધન અખતરાઓનાં સંશોધનનું કાર્ય નિભાવી રહ્યા હોય ત્યારે કપાસનાં એગ્રોનોમિ અખતરાઓમાં નવીન ટેકનોલોજી અને ખેડૂતોની જરૂરીયાતોને ધ્યાને લઈ ઉમદા કામગીરી બદલ આં.રા. કોન્ફરન્સમાં યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ ભારત સરકારનાં એગ્રીકલ્ચર કમીશનર ડો.પી.કે. સિંહનાં હસ્તે આપવામાં આવ્યો હતો. ડો.એ.એમ. પોલરાએ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મેળવી જૂનાગઢ કૃષિ યુનિ.નું નામ રોશન કયુ છે.