ડોળાસા નજીક આવેલા આંબાવડ ગામે ગોવિંદભાઈ માધાભાઈ વસોયા અને પરિવારજનો દ્વારા તા.૮થી તા.૧૪ દરમિયાન ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયો હતો. જેમાં વ્યાસપીઠ પરથી ઉમેદપરાવાળા શાસ્ત્રી જનક દાદાએ પોતાની મધુર વાણીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. આંબાવડ ગામના ભાવિકોએ મોટી સંખ્યામાં કથા શ્રવણનો લાભ લીધો હતો.