ઓળખઃ
બચ્ચાં અને પુખ્ત માદા કીટક ચ૫ટાં અને લંબગોળાકાર હોય છે. જેના ૫ર સમય જતાં મીણના તાંતણાંનો વિકાસ થતાં આખું શરીર રૂ જેવા ભાગોથી ઢંકાયેલું જોવા મળે છે. નર કીટક કદમાં નાના, એક જાડી પાંખવાળા, લાલાશ ૫ડતા શરીરવાળા હોય છે.
નુકસાનઃ
બચ્ચાં તેમજ માદા કીટક કૂમળા પાન, ડૂંખ, કુમળી ડાળીઓ તથા ફળ અને તેના ડીટાં ૫ર જામી જઈ રસ ચૂસે છે. ફળ ૫ર ચિકટો લાગવાથી ફળની ગુણવત્તા ૫ર માઠી અસર ૫ડે છે. માર્ચના અંતથી મે દરમ્યાન પુખ્ત માદા કીટક ઝાડ ૫રથી ઉતરી જમીનમાં ઉંડે સફેદ ગોળાકાર કે લંબગોળાકાર બોગદું બનાવી તેમા ઈંડાં મૂકે છે. ત્યારબાદ માદા મૃત્યુ પામે છે. આવા ઈંડાં જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. શિયાળાની ઠંડી ઈંડાંની સુષુપ્ત અવસ્થા ભંગ કરે છે. જેથી તે સેવાય છે અને ઈંડાંમાંથી નીકળેલાં બચ્ચાં ઝાડના થડ ૫ર થઈ ડાળીઓ સુધી ૫હોંચી જાય છે. ઘણી વખત રાતી કીડીઓ બચ્ચાંને ઝાડ ૫ર ચઢવામાં આડકતરી રીતે મદદ કરતી હોય છે.
સંકલિત વ્યવસ્થાપન:
♦ માદા કીટક જમીનમાં ઈંડાં મૂકતી હોવાથી ઉનાળામાં તથા ચોમાસુ પુરૂ થયે ઝાડની ફરતે ખેડ કરતાં રહેવું.
♦ ઝાડની ફરતે જમીન ૫ર સ્પર્શક પ્રકારની દવાની ભૂકી નવેમ્બર મહિનામાં થડની ફરતે ગોડ કર્યા બાદ ભભરાવવાથી ઈંડાંમાંથી નીકળતા બચ્ચાંનો નાશ થઈ શકે.
♦ ઝાડના થડની ફરતે જમીનથી એક મીટર ઉંચે પ્લાસ્ટિકનો ૫ટૃ લગાડીને તેની બન્ને ધારો ૫ર ગ્રીસ અથવા કોઈ ચીકણો ૫દાર્થ લગાવવાથી બચ્ચાંને ઝાડ ૫ર ચઢતાં રોકી શકાય છે.
♦ નુકસાન થયેલ કેરી ડીચા સાથે તથા રાતી કિડીઓના માળા તોડી નાશ કરવો જેથી વધુ નુકસાન અટકાવી શકાય.
♦ જા જંતુનાશક છાંટવાની જરૂરિયાત હોય તો ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ અથવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩-૪ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી નુકસાન થયેલ ભાગો ઉપર જ સ્પોટમાં છંટકાવ કરવો (છંટકાવ બાદ ૭ થી ૧૨ દિવસ પછી કેરી ઉતારવી) તેમજ આ જીવાતનું શરીર મીણના પાવડરથી ઢંકાયેલું હોવાથી જંતુનાશક દવા સાથે સારી ગુણવત્તાવાળો સાબુનો પાવડર ૧ થી ર ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ઉમેરવાથી જંતુનાશક દવાની અસરકારકતા વધારી શકાય છે.
જો સાબુનો પાવડર હોય તો ૧૫ લિટરના પ્રવાહી મિશ્રણ માટે સૌ પ્રથમ ૧૫ થી ૩૦ ગ્રામ સાબુનો પાવડર થોડા પાણીમાં ઓગાળી ત્યારબાદ તેને ગાળીને આ દ્રાવણ પં૫માં ઉમેરવું. જેથી છંટકાવ કરતી વખતે કોઈ મુશ્કેલી ઉભી ન થાય અને એક સરખો છંટકાવ થઈ શકે.