ખાંભા તાલુકાના આંબલીયાળા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતાં એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી ટિકડા પી લીધા હતા. બનાવ અંગે શૈલેશભાઇ હનુભાઇ મકવાણા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, ભોગ બનનારે પોતાની મેળે અનાજમાં નાંખવાના ઝેરી ટિકડા પીધા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જાકીરભાઈ ટાંક વધુ તપાસ કરી રહ્યા છે.