બાબરાના આંબલીધાર નજીક અજાણ્યા વાહનની અડફેટે સગર્ભા હરણીને ઇજા થતા બાબરા ફોરેસ્ટ વિભાગ, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડીયાના કેર ટેકર્સ અને જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના કારોબારી સભ્ય મૌલિકભાઇ તેરૈયા, આર.એફ.ઓ. મુકેશભાઇ પલાસ, રમેશભાઇ તેરૈયા, ધમભાઇ બસીયા, જયદીપભાઇ વાઢાળા, કૃણાલભાઇ મકવાણા સહિત જીવદયા પ્રેમીઓએ સગર્ભા હરણીને સારવાર આપવા તજવીજ હાથ ધરી હતી. હાલમાં હરણીને વનવિભાગની બાબરા ખાતેની નર્સરીમાં રાખવામાં આવી છે.