ધારી તાલુકાના આંબરડી ગામે એક બળદના શીંગડામાં સડો હોવાથી આ બાબતની જાણ ૧૯૬ર એનિમલ હેલ્પલાઈનને કરવામાં આવી હતી જેથી પશુ દવાખાના દ્વારા સ્થળ પર પહોંચી બળદના શીંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતું. ડોકટરો દ્વારા વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. બળદના માલિક પુનાભાઈએ પશુ ડોકટરોનો આભાર માન્યો હતો. આ સેવા પશુઓ માટે આર્શીવાદરૂપ સાબિત થઈ છે.