ભારતની વધુ એક દીકરીએ ફરી વિશ્વના નકશા પર દેશનું નામ ચમકાવ્યું છે. આંધ્રપ્રદેશની જાહન્વી ડાંગેતી નાસાનો સ્પેસ પ્રોગ્રામ પૂરો કરનારી પહેલી ભારતીય બની છે.પશ્ચિમ ગોદાવરીના પલાકોલ્લુની એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી જાહન્વીને બાળપણથી જ અંતરિક્ષના ગૂઢ રહસ્યો જાણવામાં રસ હતો.તે આ રહસ્યો અંગે વધુ માહિતી મેળવવાની જિજ્ઞાસા ધરાવતી હતી. જાકે, તેની આ જિજ્ઞાસાને દાદીએ જુદીજુદી વાર્તાઓની મદદથી વેગ આપ્યો હતો. તાજેતરમાં જાહન્વીએ અમેરિકાના અલાબામા ખાતે કેનેડી સ્પેસ સેન્ટરમાં નાસા લોન્ચ ઓપરેશન્સના ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ આઇએએસપી  કરનારી એક માત્ર ભારતીય બનીને ઇતિહાસ સર્જ્‌યો હતો.

ઉલ્લેખનીય છે કે, એસ્ટ્રોનોટ બનવા ઇચ્છતી દરેક વ્યÂક્તનું સ્વપ્ન નાસા સાથે જાડાવાનું અને વિશ્વની આ ટોચની સ્પેસ રિસર્ચ સંસ્થા સાથે કામ કરવાનું હોય છે. આઇએએસપી આ પ્રોગ્રામ માટે વિશ્વભરમાંથી માત્ર ૨૦ યુવા લોકોને પસંદ કરે છે. જાહન્વીએ તાજેતરમાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતેનો સંપૂર્ણ એસ્ટ્રોનોટ પ્રોગ્રામ પૂરો કર્યો હતો. જ્હાન્વીના જણાવ્યા અનુસાર પ્રોગ્રામમાં ઝીરો ગ્રેવિટી અથવા શૂન્ય ગુરુત્વાકર્ષણ, મલ્ટિ-એક્સેસ ટ્રેનિંગ અને પાણીની નીચે રોકેટ લોન્ચનો સમાવેશ થતો હતો. તે પહેલી વખત વિમાનની પાઇલટ બની હતી. ટ્રેનિંગ પ્રોગ્રામમાં જાહન્વીની ‘ટીમ કેનેડી’ માટે મિશન ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં તેણે ઘણા દેશોના ૧૬ લોકોના જૂથની આગેવાની કરી હતી. જાહન્વીની ટીમે સફળતાપૂર્વક અવકાશમાં એક મિનિએચર રોકેટનું લોન્ચિગ અને ઉતરાણ કર્યું હતું.જાહન્વી ‘સ્પેસ મેજિકા’ની વાઇસ પ્રેસિડેન્ટ છે.

આ વિદ્યાર્થીઓ અને જનતા માટેનું સ્ટાર્ટ-અપ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ સેન્ટર છે. તે સ્ટાર (સ્પેસ ટેક્નોલોજી એન્ડ એરોનોટિકલ રોકટ્રી) સહિત ઘણી સંસ્થાઓ માટે કેમ્પસ એમ્બેસેડર રહી ચૂકી છે. સ્ટાર ભારતની ખાનગી એરોસ્પેસ કંપની છે. જાહન્વી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ એસ્પાયરિંગ એસ્ટ્રોનોટ્‌સની સભ્ય છે. ‘ઇન્ડીયન બુક ઓફ રેકોર્ડ્‌સ’માં મલ્ટિ-ટેલેન્ટેડ કન્યાનો રેકોર્ડ ધરાવતી જાહન્વીએ જણાવ્યું હતું કે, તેનું સ્વપ્ન મંગળ પર પગ મૂકનાર પ્રથમ ભારતીય બનવાનું છે. તેણે જણાવ્યું હતું કે, ‘મને પ્રોગ્રામ માટે મેક્સિકોની કંપની તરફથી સ્કોલરશિપ મળી હતી. મારી એસ્ટ્રોનોટ બનવાની સફરમાં આગળ વધવા મેં જુદાજુદા સ્થળે ઓપન વોટર સ્કુબા ડાઇવિંગની તાલીમ લીધી છે. જેમાં વિશાખાપટનમ પણ સામેલ છે.

જાહન્વીએ જણાવ્યું હતું કે, ‘હવે હું સ્કુબા સ્કૂલ્સ ઇન્ટરનેશનલનું પ્રમાણપત્ર ધરાવતી ઓપન વોટર સ્કુબા ડાઇવર છું. હું જુદાજુદા પ્રોજેક્ટ્‌સ, વર્કશોપ્સ અને હેકાથોન્સમાં સહભાગી બનીને મારા સ્વપ્ન સુધી પહોંચવાની દરેક તક ઝડપી લેવા માંગું છું. અમારી ટીમે ૧૬ પ્રારંભિક શોધ કરી છે.’ જાહન્વી પંજાની ખાનગી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેણે ઘણી ઇવેન્ટ્‌સમાં ભાગ લીધો છે. જેમાં નાસાના વર્કશોપ્સ, ઇસરો અને અન્ય સ્પેસ એજન્સીનો સમાવેશ થાય છે.