આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં બસને નડ્યો અકસ્માત છે આ દુર્ઘટના બુધવારે પશ્ચિમ ગોદાવરીમાં જંગરેડ્ડીગુદેમ મંડળના જલેરુ પાસે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત ૯ લોકોના મોત થયા છે. બસમાં ૪૭ મુસાફરો સવાર હતા. આંધ્ર પ્રદેશના રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્યપાલે અધિકારીઓને ઘાયલોને વહેલી તકે આરોગ્ય સુવિધાઓ આપવાનો આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પશ્ચિમ ગોદાવરીના જંગરેડ્ડીગુદેમ મંડળના જલેરુમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે તમામ મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સાથે તેમણે વહીવટીતંત્રને ઘાયલોની સારી સારવાર માટે શક્ય તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો છે.