આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ભયંકર નુકસાન થયું છે. વરસાદે એકસાથે ભયાનક તબાહી મચાવી દેતાં ૨૪ લોકોના મોત થયા હતા
અને કેટલાય લોકો ગુમ થયા હતા. કડપ્પા જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે અચાનક આવેલા પૂરમાં ૧૩ લોકોનાં મૃત્યુ થયા હતા. અનંતપૂરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં સાત અને ચિતુર જિલ્લામાં ચાર લોકોના મોત થયા હતા. કેટલાક્‌ વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વારંવાર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
નદીઓ અને નાળાઓ ભરાઈ ગયા છે તેમાં પણ ત્રણ જિલ્લાઓમાં તો ભારે પૂર આવી ગયું છે. કેટલાક વિસ્તારોમાં સડકો કપાઈ જતાં જનજીવન એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેટલાક સ્થળોએ સડકો નહેરોમાં પરિવર્તિત થઈ ગઈ છે અને વાહન તણાઇ ગયા છે.
આનંતપુરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં સાત અને છીતુર જિલ્લામાં ચાર લોકોના મોતના સમાચાર મળ્યા હતા. ૧૫૪૪ ઘરોને નુકસાન પહોંચ્યું છે. ૩.૪ હેક્ટર કૃષિ ક્ષેત્ર જળમગ્ન થઈ ગયા છે. અને સેંકડો પશુઓ ખોવાઈ ગયા છે.
આ જિલ્લામાં અંદાજે ૮૨૦૬.૫૭ લાખ રૂપિયાની સંપતિને નુકસાન થયું હોવાનું અનુમાન છે. કડપ્પા જિલ્લામાં રાજમપેટા નિર્વાચન ક્ષેત્રમાં ચેએરુ નદીમાં અચાનક આવેલા પૂરમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૨ અન્ય લોકોના ઠેકાણા મળી રહ્યા નથી. એસડીઆરએફ, પોલીસ અને અગ્નિશામક સેવાના કર્મચારીઓએ કડપ્પા અને ચિતતૂર જિલ્લાઓમાં વરસાદ અને પુરથી પ્રભાવિત સ્થળોએ દસેક લોકોને બચાવ્યા હતા.
અગાઉ બપોરના સમયે ચિત્રાવટી પૂરમાં ફસાઈ ગયેલી કારમાં ચાર લોકોને બચાવવા જેસીબી લઇ જવામાં આવ્યું હતું, પરંતુ પૂરનો ભય વધી જતાં તેમાંથી છ અને કારના ચાર મુસાફરો ફસાઈ ગયા હતા. લગભગ ૨૧૩ રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે અને તેમાં ૧૯,૮૫૯ લોકો રહે છે. આઇએએફ ટીમે એમઆઇ-૧૭ હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને જેસીબીમાં ફસાયેલા દસ લોકોને બચાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. એનડીઆરએફે પૂરને કારણે કપાયેલા છ ગામો સાથે સંપર્ક પુનઃસ્થાપિત કર્યો છે. બાકી રહેલા એક ગામ સાથે જોડાણ સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરી, રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી અને તમામ શક્ય મદદનું વચન આપ્યું.