આંધ્ર પ્રદેશમાં શનિવારે એક મોટી દુર્ધટના સામે આવી હતી જેમાં ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતા ૪ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા ઘટના પગલે સમ્રગ વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મળતી માહિતી અનુસાર આન્ધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના મુલ્કલેડુ ગામમાં હ્રદય દ્રાવક દુર્ધટના સર્જાઇ હતી જેમાં મુલ્કલેડુ ગામમાં એક ઘરમાં ઘેરલુ ગેસ સિલિન્ડક ફાટતા ઘરમાં હાજર ૪ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા અને બે લોકો ગંભીર ઇજોગ્રસ્ત થયા હતા ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરા-તફરી મચી જવા પામી હતી ધડાકો એટલો પ્રચંડ હતો કે દુર-દુર સુધી ભૂકંપ આવ્યો
હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું ઘટનાના પગલે લોકના ટોળેટોળા ઉમટી પાડ્યા હતા સિલિન્ડર ફાટતા આજુબાજુમાં આવેલા મકાનોની દિવાલો પણ ધરાશાયી થઇ હતી આ ઘટનાની જોણ સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજોગ્રસ્તનો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો આ અંગે પોલીસે અક્સ્માત અંગે ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે