ચક્રવાત ‘જવાદ’ દેશના પૂર્વ કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડિશામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. સુરક્ષાના ભાગરૂપે આંધ્રપ્રદેશમાંથી ૫૪ હજોરથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. વાવાઝોડાની અસર દેશના વિવિધ ભાગોમાં જોવા મળશે, પરંતુ આંધ્રપ્રદેશ અને ઓડિશા આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. આમ, બંને રાજ્ય સરકારે આ અંગે ઘણી માર્ગદર્શિકા જોહેર કરી છે. વાવાઝોડા ‘જવાદ’થી આંધ્રપ્રદેશ અને ઓડિશાની સાથે સાથે પશ્ચિમ બંગાળમાં પણ અસર થવાની સંભાવનાઓ છે.
ચક્રવાત ‘જવાદ’ દેશના પૂર્વ કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડિશામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. આ વાવાઝોડાની અસર દેશના વિવિધ ભાગોમાં જોવા મળશે, પરંતુ આંધ્રપ્રદેશ અને ઓડિશા આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. આંધ્રપ્રદેશમાં ત્રણ જિલ્લામાંથી ૫૪,૦૦૮થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બચાવ ટીમે શ્રીકાકુલમ જિલ્લામાંથી ૧૫,૭૫૫ વિજયનગરમથી ૧,૭૦૦ અને વિશાખાપટ્ટનમથી ૩૬,૫૫૩ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આમ, બંને રાજ્ય સરકારે આ અંગે ઘણી માર્ગદર્શિકા જોહેર કરી છે.
આ વાવાઝોડું ‘જવાદ’ આંધ્ર, ઓડિશમાં સૌથી વધુ કહેર મચાવી શકે છે. સરકારે શાળાઓ અને સરકારી હોલોમાં ૧૯૭ રાહત શિબિર શરૂ કરી છે. વાવાઝોડાને ધ્યાનમાં લેતાં સરકારે પણ ગ્રામપંચાયતો અને જિલ્લા કલેક્ટરોને પણ દિવસ-રાત કામ કરવાના આદેશ આપ્યા છે. આ તરફ ઓડિશા સરકારે પણ ૪ ડિસેમ્બરના રોજ શાળા-કોલેજોમાં રજો જોહેર કરી છે.
ઓડિશાના દરિયાકાંઠાના ૧૪ જિલ્લાઓમાં એલર્ટ જોહેર કરવામાં આવ્યું છે. રાજ્યના દક્ષિણ કિનારાના વિસ્તારો માટે ૨૬૬ રેસ્ક્યૂ ટીમને સ્તેંદબાય રાખવામા આવી છે. તેમાં એનડીઆરએફ, સ્ટેટ ફાયર વિભાગ અને ઓડિશાની એસડીઆરએફ સામેલ છે. યાસ અને ગુલાબ બાદ આ ત્રીજું વાવાઝોડું છે જે ઓડિશા પહોંચી રહ્યું છે.જવાદ વાવાઝોડાને પગલે ઓડિશા સરકારે ૧૯ જિલ્લાની સ્કૂલોને બંધ રાખવા આદેશ કર્યો છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે આ નિર્ણય લેવાયો છે. આ સમય દરમિયાન કોઈ સ્કૂલમાં પરીક્ષા હશે તો એ જિલ્લા વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ ખાસ તકેદારી સાથે લેવાશે.ઓડિશા અને આંધ્રમાં જોહેર કરાયેલ રેડ એલર્ટને કારણે ૫ ડિસેમ્બરના રોજ યોજનારી યુજીસી-નીટની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં કિનારાના વિસ્તારોમાં ભારે વરસ્ડ પાડવાની પણ શક્યતાઓ છે. કોલકાતામાં ૨, દક્ષિણ ૨૪ પરગના, ઉત્તર ૨૪ પરગના, પૂર્વ મિદનાપુર, હુગલી અને નાદિયા જિલ્લામાં રેસ્ક્યૂની એક-એક ટીમ તહેનાત કરવામાં આવી છે.
દેશના પૂર્વ તટ પર ફરી ચક્રવાતી તોફાનનો ખતરો છે. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ‘જવાદ’ વાવાઝોડાનો કહેર જોવા મળી શકે છે. ચક્રવાત જોવાદ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે તથા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. આ પછી એ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. જવાદ ૫મી ડિસેમ્બરે બપોરે પુરીની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચશે.
વાવાઝોડું ‘જવાદ’ના કહેરને ધ્યાનમાં લેતાં રેલવે વિભાગે પણ ૧૦૭ ટ્રેન રદ કરી દીધી છે. આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનોને રદ કરવામાં આવી છે. વાવાઝોડું ‘જવાદ’ અંગે ઓડિશાના ૧૯ જિલ્લામાં આજ રોજ શાળા-કોલેજોમાં પણ રજો જોહેર કરવામાં આવી છે. બંને રાજ્યમાંt UGC NE પરીક્ષા પણ મોકૂફ કરવામાં આવી છે